ભાજપના શાસનમાં નેતા અને કાર્યકર્તા તો ઠીક ખુદ મંત્રી અને ધારાસભ્યો જ હોદ્દાનો દુરુપયોગ કરીને લાભ લેવામાં બાકાત રહ્યા નથી. રાજકીય વગના જોરે મંત્રીપુત્રોને તો જાણે મોકળું મેદાન મળી ગયું છે. સામાન્ય વ્યક્તિ ગુનો કરે તો કસૂરવાર અને મંત્રીપુત્રોને તો કોઈ કહેનારું જ નથી. એવામાં હવે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે કલંકિત મંત્રીઓની હકાલપટ્ટી કરવાનું મન બનાવી લીધું છે.