ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીના કાર્યાલય અને કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળી. અજાણ્યા મેઈલ એડ્રેસ પરથી બે દિવસ પહેલા મેઈલ કરવામાં આવ્યો હતો. જેમાં તમિલનાડ઼ુના પત્રકારો,રાજકીય હસ્તિઓનો ઉલ્લેખ કરવા સાથે રાજ્યના મહત્વના કાર્યાલયોમાં વિસ્ફોટ કરી ધમાકો કરાશે તેવી ધમકી ઉચ્ચારવામાં આવી હતી. 2 દિવસ પહેલા CM કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો.

બોમ્બ ધમકીની ગાંધીનગરના સેક્ટર 7પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. બોમ્બની ધમકીના મેઈલને ગંભીરતાથી લઈ સમગ્ર મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. બોમ્બ ધમકીના મેઈલમાં તમિલનાડુના રાજકારણ સહિત પત્રકારો અને રાજકીય હસ્તીનો ઉલ્લેખ કરાયો હતો. આ ઉપરાંત પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય માં વિસ્ફોટ કરાશે તેવી ધમકી ઉચ્ચારવામાં આવી હતી. બે દિવસ પહેલા અજાણ્યા ઈમેઈલ એડ્રેસ પરથી આ મેઈલ કરવામાં આવ્યો હતો.

ગુજરાત ઉપરાંત અલગ-અલગ રાજ્યો અને ભળતા નામો સાથે થયેલા ઈમેઈલ બાબતે પોલીસે તપાસ શરૂ કરી. નોંધનીય છે કે અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટને બે વખત બોમ્બની ધમકી મળી હતી. આ સંદર્ભે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના જાણે કે માઠા દિવસો ચાલી રહ્યા છે. રાજ્યમાં બનતી દુર્ઘટનાઓના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનામાં મોટાપાયે જાનહાનિ અને ભારે વરસાદના કારણે જળાશયો છલકાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે સીએમ ઓફિસ અને કલેકટર કચેરીને બોમ્બની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે.