રાજ્યમાં આજે સાર્વત્રિક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદની બે સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો આજે કયાં અપાઈ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે કહ્યું છે કે, માછીમારોએ આજથી 5 દિવસ દરિયો ના ખેડવો જોઈએ અને દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદી ટ્રફ પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, ઉત્તર અને મ.ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે.
12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે. 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. આજે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં આજે 11 જુલાઈએ નવસારી,દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
ભારે પવન સાથે વરસાદનું આગમન
By Himanshu Ramani (Idar)
Kapil Patel