સાબરકાંઠા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુએ હિંમતનગરમાં સહકારી જીન રોડ પાસેથી પસાર થતાં શામળાજી નેશનલ હાઈવેની સ્થળ મુલાકાત લીધી હતી આ સમયે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સ્થળ પર ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ બાદ કલેકટરએ સંબંધિત અધિકારીઓને ઝડપ થી હાઈવેની કામગીરી પૂર્ણ કરવા તેમજ સર્વિસ રોડ રિપેર કરવા સૂચનાઓ આપી હતી કલેક્ટરએ જણાવ્યું હતું કે નવા નિર્માણ પામેલા ૫ દુલનું નિરીક્ષણ કરી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી સ્ટ્રેથ મજબૂતાઈનો રિપોર્ટ માગવામાં આવ્યો છે તેમજ સર્વિસ રોડ તાત્કાલિક રીપેર કરવા સુચનાઓ આપવામાં આવી છેવધુમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે લોકો 'ગુજમાર્ગ એપ'
દ્વારા રોડ રસ્તાની ફરીયાદ કરી શકે તેવી વ્યવસ્થા પણ અમલમાં છે મહત્વનું છે કે ગુજમાર્ગ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોને રસ્તાઓ,પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધા માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટે એક સરળ પ્લેટફોર્મ પૂરું ૫ાડવાનો છે. જેમાં નાગરિકો પોતાના વિસ્તારના રસ્તાઓની ખરાબ સ્થિતિ, ખાડા, પુલોને નુકસાન કે અન્ય માળખાકીય સમસ્યાઓ વિશે ફરિયાદ નોંધાવી શકે છે આ એપ્લિકેશનમાં ફરિયાદની સાથે ફોટોગ્રાફસ પણ અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે જેના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવે છે.
આ મુલાકાત સમયે હિંમતનગર પ્રાંત વિમલ ચૌધરી, મામલતદાર, નેશનલ હાઈવે ઓથોરિટીના ઈજનેર તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુચનાથી સમગ્ર રાજ્ય વ્યાપી કામગીરીના ભાગરૂપે જિલ્લામાં પણ પુલોની મજબૂતાઈ અંગેનું નિરીક્ષણ, રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા કલેકટરે હિંમતનગરમાંથી પસાર થતાં નેશનલ હાઈવેની સ્થળ મુલાકાત લીધી હાઈવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ સર્વિસ રોડ રિપેર કરવા સૂચનાઓ આપી
By Himanshu Ramani (Idar)
Kapil Patel