ઈડર શહેર માટે આજનો દિવસ પર્યાવરણીય દ્રષ્ટિએ ઐતિહાસિક બની રહેવાનો છે ત્યારે આજ રોજ સવારે ૮:૩૦ વાગ્યે ઈડર ખાતે અનેક સંસ્થાઓના સહયોગથી વિશાળ “સામાજિક વનીકરણ દિવસ‘'નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર ઈલ્વદુર્ગ ગઢની તળેટી તથા ઉપરવાસ સુધીના વિસ્તારો રહેશે. આ કાર્યક્રમનું આયોજન ઉત્તર સાબર ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ અશ્વિન પટેલ તથા મંત્રી જીતુ દેસાઈના અધ્યક્ષ સ્થાને થશે આ સમગ્ર કાર્યક્રમ દ્વારા શહેરમાં હજારો વૃ ક્ષોનું રોપણ કરવામાં આવશે અને આ માટે સ્થાનિક પ્રજાજનોમાં પણ ખુબ ઉત્સાહ છે આ કાર્યક્રમ માત્ર પર્યાવરણ જતાવવાનો પણ ભાવિ પેઢીઓ માટે એક લીલી ભેટ આપવા માટેનો પ્રયાસ છે.
ઈડર ગઢ ઉપર આવેલ અલગ અલગ વિસ્તાર પ્રમાણે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામા આવશે. ઈલ્વદુર્ગ ગઢની તળેટીથી મહાકાળી મંદિર સુધી, સર પ્રતાપ હાઈસ્કૂલ, સન રાઈઝસ્કૂલ, કે.એમ.પટેલ વિદ્યામંદિર વૃક્ષારોપણ કરવામાં આવશે. સીડ્સ બોલ પણ ગઢના ઉપરવાસ અને પાર્કિંગ વિસ્તારમાં વિતરણ થશે. રૂખી રાણી માળીયુ વિસ્તારમાં જીવદયા ભગીરથ ટીમ અને જીત એકેડમી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે. પવન પાવડી વિસ્તારમાં યુનિક યુ સ્કૂલ,જીવદયા ઈડર ગઢ તથા સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થીઓની સહભાગિતાથી આ વિસ્તારમાં હરિતાયક કાર્ય થશે. રણમલ ચોકી વિસ્તાર અહીં આ.વી.પી તથા એન. એસ.એસ. ઈડર કોલેજના યુવાનો દ્વારા વૃક્ષારોપણ હાથ ધરાશે. લખુમા તળાવ વિસ્તાર આ વિસ્તારમાં એન.સી.સી ઈડર કોલેજ, ભારત વિકાસ પરિષદ તથા નંદન ફાઉન્ડેશનની સંયુક્ત ટિમ વૃક્ષારોપણ કરશે.
ઈડરના ઈલ્વદુર્ગગઢપર સામાજિક વનીકરણ દિવસની ઉજવણી કરાશે
By Himanshu Ramani (Idar)
Kapil Patel