ઈડરિયા ગઢ પર રૂઠી રાણીના માળિયા પર જીવના જોખમેં સેલ્ફી લેતા પર્યટકો
સેલ્ફી લેતા અને સ્ટંટ કરતા સમયે અનેક લોકોએ અકસ્માતે જીવ ગુમાવ્યા છે અને તેના પુરાવા પણ વારંવાર મળતા જ રહે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઈડરિયા ગઢ પર આવેલ રૂઠી રાણીના માળિયા ખાતે પર્યટકો અને યુવાનો સેલ્ફી અને રીલ્સ બનાવવાની ઘેલછામાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે આ જર્જરિત માળિયાની ટોચ પર જોખમી ફોટોગ્રાફી અને વીડિયો બનાવવો કેટલું સુરક્ષિત છે ત્યારે આવા જોખમી સેલ્ફી લેતા લોકોના ફોટોગ્રાફસ સામે આવ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર ઈડરિયા ગઢની ટોચે આવેલું રૂઠી રાણીનું માળિયું પ્રખ્યાત છે અને અહીં દૂર દૂરથી હજારોની સંખ્યામાં પર્યટકો ચોમાસાની સિઝનમાં આ ૫ર્યટક સ્થળની મુલાકાત લેવા અવશ્ય આવતા હોય છે ત્યારે ગઢ પર આવેલ રૂઠી રાણીના માળિયા નજીક ડુંગરની ટોચ પર આવેલા પોલીસ વાયરલેસ પોઈન્ટ હોવા છતાં પર્યટકો અને યુવાનો જર્જરિત માળિયા પર ચડીને જોખમી સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લઈને જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આવા લોકોને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેતું નથી. ઐતિહાસિક સ્થળોને નુકસાન ઉપરાંત આવા જોખમી સ્ટંટથી સ્થાનિકો અને પર્યટકોની સુરક્ષા જોખમમાં મૂકાય છે. રૂઠી રાણીના માળિયા પર લોકો સેલ્ફી લઈને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે આ જગ્યા એટલી ઉંચાઈ પર આવેલી છે જો કોઈ ભૂલ થાય તો જીવ જવાની સાથે મોટી દુર્ઘટના બની શકે તેમ છે. ત્યારે આવા લોકોને તંત્ર કાયદાનું પાલન તેમજ ભાન કરાવે તે જરૂરી બન્યું છે.
By Himanshu Ramani (Idar)
Kapil Patel