- માતેલા સાંઢની જેમ દોડતા વાહનોએ નિર્દોષ લોકોનો ભોગ લીધો
- ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોએ નિર્દોષ બે વૃદ્ધ સહિત ચાર લોકોનો ભોગ લીધો હતો. જેમાં હિટ એન્ડ રનમાં હાંસોલમાં ભજનમાંથી પગપાળા ઘરે જતા વૃદ્ધનું અને નાગરવેલ હનુમાન મંદિર પાસે બાઇકની ટક્કરથી વૃદ્ધ સિક્યુંરિટી ગાર્ડનું તથા ચાંદખેડામાં રિક્ષા નીચે કચડતાં યુવકનું મોત થયું હતું. જ્યારે હાંસોલમાં કારની ટક્કરથી એક યુવકનું મોત થયું હતું અને મિત્ર ઘાયલ થયો હતો. અકસ્માતના બનાવોમાં હાંસોલમાં વૃદ્ધને ટક્કર મારીને કાર ચાલક અને ચાંદેખેડામાં યુવક ટક્કર મારીને રિક્ષા ચાલક તથા અમરાઇવાડીમાં વૃદ્ધને ટક્કર મારી બાઇક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
હાંસોલમાં રહેતા વૃદ્ધ તા.26ના રોજ ભાઇ સાથે હાંસોલ ગામમાં મંદિરમાં ભજનમાંથી ઘરે ચાલતા જતા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે વૃદ્ધને ટક્કર મારી હતી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. બીજા બનાવમાં સરદારનગરમાં રહેતો યુવક તા.26ના રોજ તેમના મિત્ર મહેશ સાથે હાંસોલ ચીકુવાળી પાસે ઉભા હતા ત્યારે એક કાર ચાલકે બન્ને મિત્રોને અડફેટે લેતા મિત્રને ગંભીર ઇજા થતાં હાંસોલમાં રહેતો કાર ચાલક પોતાની કારમાં બેસાડીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન મહેશભાઇ મોત થયું હતું.
ત્રીજા બનાવમાં વસ્ત્રાલમાં રહતો યુવક તા. 23ના રોજ રિક્ષામાં બેસીને વિસતથી ચાંદખેડા રોડ ઉપર જતા હતા. ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનની સામે રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ખાઇ જતા યુવકનું રિક્ષા નીચે દબાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે ચોથા બનાવમાં ઓઢવમાં રહેતા અને સિક્યુરિટી તરીકે નોકરી કરતા વૃદ્ધ તા.23ના રોજ નાગરવેલ હનુમાન મંદિર પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે બાઇક ચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું.
સાવધાન અમદાવાદ રહીશો
Share this story:
Share on WhatsAppRelated Posts
Local News
Kapil Patel
Dec 26, 2025
કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી: 4.4 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટ પરંતુ કોઈ જાનહાનિ નહીં
26 ડિસેમ્બર 2025ની વહેલી સવારે રાપર નજીક આવેલા ભૂકંપની વિગતો અને કચ્છની ભૂકંપીય સક્રિયતા.
Kapil Patel
Dec 26, 2025
Local News
Kapil Patel
Dec 19, 2025
ગરીબ ગ્રામજનોએ ઘેટાં બકરાં વેચીને ઉપજેલી રકમ ભુજમાં બનતી હોસ્પિટલને અર્પણ કરી
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે રાહતદરે ઉપલબ્ધ થનારી આરોગ્ય સેવા માટે અંતરિયાળ ગામના લોકો એટલાં...
Kapil Patel
Dec 19, 2025
Local News
Kapil Patel
Dec 18, 2025
ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ રૂપિયા
નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના મંત્રી અને કારોબારી સભ્ય તેમજ...
Kapil Patel
Dec 18, 2025
Local News
Kapil Patel
Nov 10, 2025
ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરાકમાં હતા.
ATSએ અહમદને 2 દિવસ પહેલા અડાલજ ટોલ પ્લાઝાની નજીક તે સમયે પકડ્યો, જ્યારે તે કારમાં હથિયાર અને એક...
Kapil Patel
Nov 10, 2025
By Himanshu Ramani (Idar)